*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
"કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય" એ કહેવતનો વૈજ્ઞાનિક આધાર છે. જીવનમાં દરેક બાબત લાંબા ગાળે ફાયદાકારક નીવડે છે. ચાહે સંબંધ હોય, પૈસા હોય, પ્રેમ હોય, સ્વાસ્થ્ય હોય, કામ હોય કે આદત હોય, તમે રોજ તેમાં જેટલું ઉમેરતા જાવ એટલાં તે સમૃધ્ધ થતાં જાય છે.
વ્યક્તિ સાથે હોય કે વસ્તુ સાથે, દરેક સંબંધ એક ઇન્વેસ્ટમેન્ટ છે, અને ઇન્વેસ્ટમેન્ટ ચક્રવૃદ્ધિ વ્યાજ પર તગડું થાય છે.
લગ્ન પહેલા દિવસથી ઉત્તમ સાબિત નથી થતાં. શારીરિક સ્વાસ્થ્ય એક દિવસ કસરત કરવાથી નથી બનતું. પૈસા ૨૪ કલાકમાં ડબલ નથી થતા.
સ્કીલ એક દિવસમાં નથી કેળવાતી. ઈશ્વરનો હોય કે વ્યક્તિનો, પ્રેમ ટૂંકા ગાળે રંગ નથી લાવતો. ઝાડ પર ફૂલ એક દિવસમાં નથી આવતાં. સફળતા રાતોરાત નથી આવતી.
બેબીનું પહેલું પગલું પરફેક્ટ નથી હોતું છતાં એ સૌથી નિર્ણાયક કેમ હોય છે? કારણ કે એ પરફેક્શનની શરૂઆત છે. જીવનમાં દરેક ચીજ પરફેક્ટ ત્યારે બને છે જ્યારે તે એક લાંબી પ્રક્રિયાનો આરંભ કરતું હોય છે.
એટલા માટે, ધીરજ જીવનનો સૌથી ઉત્તમ ગુણ છે. ધીરજ દરેક તબ્બકે આપણને કશુંક શીખવાડે છે અને આગળ માટે મજબુત કરે છે. ધીરજથી એવરેસ્ટ સર થાય છે. અધીરાઈ ઓટલા પરથી ગબડાવી દે છે.
*Happy Morning*