*મોર્નિંગ મ્યુસિંગ્સ (રવિવાર સ્પેશિયલ):*
સફળ, સુખી અને સંતોષી જિંદગી સાહસથી જીવાય છે, ડરથી નહીં. સાહસનો અર્થ બળ કે નીડરતા નથી, સાહસનો અર્થ છે ડર હોવા છતાં જીવનના અનુભવો કરવાની તૈયારી.
સાહસ એટલે વૈચારિક સહસ, ભાવનાત્મક સાહસ અને આચરણનું સાહસ. જે વ્યક્તિ સારા-ખોટા તમામ અનુભવો અને ગમે-ના ગમે તેવી લાગણીઓમાંથી પસાર થવા માટે તૈયાર હોય તેને સાહસિક કહેવાય.
"મને કેવું લાગશે?" એવા એક વિચારથી આપણે ઘણું બધું કરતા નથી.
ડર પ્રગતિમાં અવરોધક હોય છે, અને હકિકત એ છે કે ડરનો સામનો કરવાથી જ આપણી અંદરની સંભાવનાઓ અને ક્ષમતાને મોકળું મેદાન મળે છે.
ટેલેન્ટ અને સ્કિલ તો દરેકમાં હોય છે, પણ જ્યાં સુધી જોખમો લેવાનું અને અનિશ્ચિતતાને સ્વીકારવાનું સાહસ નથી આવતું ત્યાં સુધી પ્રગતિ નથી થતી.
સાહસમાં કોઈ સુરક્ષા કવચ નથી હોતું. તેમાં તમે દરેક પ્રકારની ચિંતા અને પીડામાંથી પસાર થવા માટે સજ્જ હો છો.
તમે જ્યારે કમજોરીને અવગણીને સાહસ કરો છો ત્યારે કમજોરી તાકાત બની જાય છે. જીવનનો વિસ્તાર ડરની પેલે પાર હોય છે. ડરથી જીવન સીમિત થઈ જાય છે.
“Only when we are brave enough to explore the darkness will we discover the infinite power of our light.”
-Brené Brown, Daring Greatly..
*Happy Morning*