*♦ગુજરાતી♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા 'ઉશનસ્' વડોદરા જિલ્લાના કયા ગામના વતની હતા❓
*✔સાવલી*
▪બકુલ પદ્મશંકર ત્રિપાઠી ક્યાંના વતની હતા❓
*✔નડિયાદ*
▪'સચરાચરમાં' અને 'દ્રોણાચાર્યનું સિંહાસન' કોના જાણીતા નિબંધસંગ્રહ છે❓
*✔બકુલ ત્રિપાઠી*
▪કવિ હર્ષ બ્રહ્મભટ્ટ કયા જિલ્લાના વતની છે❓
*✔મહેસાણા*
▪સૉનેટ મૂળ ક્યાંથી ઉદ્દભવ્યું❓
*✔ઇટલી*
▪ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે 'ભણકારા' નામનું પ્રથમ સૉનેટ ક્યારે રચ્યું❓
*✔ઇ.સ.1888માં*
▪સૉનેટ માટે કેટલી પંક્તિની મર્યાદા એના ઉદ્દભવકાળથી સ્વીકારવામાં આવી છે❓
*✔14*
▪ગઝલ વાસ્તવમાં એક ___ કાવ્યપ્રકાર છે.❓
*✔ફારસી*
▪'ગઝલ' નો અર્થ શું થાય❓
*✔'પ્રિયતમા સાથેની ગુફ્ તેગુ'*
▪ગઝલમાં વપરાતા રદીફ અને કાફિયા એટલે શું❓
*✔અનુપ્રાસ*
▪યશવંત સવાઈલાલ પંડ્યા ક્યાંના વતની હતી❓
*✔ભાવનગર*
▪ગુજરાતી ભાષામાં એકાંકી નાટકોનો પ્રારંભ કોણે કર્યો હતો❓
*✔બટુભાઈ ઉમરવાડિયાએ*
▪ડૉ.રાઘવજી દાનાભાઈ માધડનો જન્મ ક્યાં થયો હતો❓
*✔અમરેલી જિલ્લાના દેવળીયા ગામમાં*
▪'મારી શિક્ષણગાથા' અને 'વર્ગ એ જ સ્વર્ગ' શિક્ષણવિષયક પુસ્તકો કોના છે❓
*✔ડૉ.રાઘવજી માધડ*
▪મહાકવિ પ્રેમાનંદ ક્યાંના વતની હતા❓
*✔વડોદરા*
▪પ્રેમાનંદ ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા❓
*✔સત્તરમી સદી*
▪પ્રેમાનંદ ઉત્તમ આખ્યાનકાર હોવાના કારણે કયું માન પામ્યા છે❓
*✔કવિ-શિરોમણિ*
▪કુંદનિકા કાપડિયાનો જન્મ ક્યાં થયો હતો❓
*✔લીંબડી*
▪'પરમ સમીપે' વિશિષ્ટ રીતે તૈયાર કરેલો પ્રાર્થનાસંગ્રહ કોનો છે❓
*✔કુન્દનિકા કાપડિયા*
▪મિજલસ,નસીબ,નસીબદાર આ કઈ ભાષાના શબ્દો છે❓
*✔અરબી*
▪જિંદગી,ચશ્માં,ચીજ આ કઈ ભાષાના શબ્દો છે❓
*✔ફારસી*
▪હાઈકુનો કાવ્યપ્રકાર કયા દેશમાં થયો❓
*✔જાપાન*
▪ઝીણાભાઈ દેસાઈ - સ્નેહરશ્મિએ ગુજરાતીમાં હાઈકુ મોટા પ્રમાણમાં ક્યારે લખ્યા❓
*✔ઈ.સ.1960માં*
▪હાઈકુ કેટલા અક્ષરની કાવ્યકૃતિ છે❓
*✔17*
▪હાઈકુમાં પંક્તિ દીઠ કેટલા અક્ષરે-વિભાજન થાય છે❓
*✔5-7-5*
▪હાઈકુની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે❓
*✔ચિત્રાત્મકતા*
▪ઝીણાભાઈ રતનજી દેસાઈ 'સ્નેહરશ્મિ' કયા ગામના વતની હતા❓
*✔ચીખલી*
▪ઈશ્વર પેટલીકરનનું મૂળ નામ શું હતું❓
*✔ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ*
▪દુહાના કુલ કેટલા ચરણ હોય છે❓
*✔ચાર*
▪મણિલાલ હરિદાસ પટેલ(મણિલાલ હ.પટેલ)નો જન્મ ક્યાં થયો હતો❓
*✔પંચમહાલ જિલ્લાના ગોલાના પાલ્લા ગામે*
▪'કમાડે ચીતર્યાં મેં.......' કાવ્યના કવિ તુષાર શુક્લ ક્યાંના વતની છે❓
*✔અમદાવાદ*
▪સ્વામી આનંદનું મૂળ નામ શું હતું❓
*✔હિંમતલાલ રામચંદ્ર દવે*
▪સ્વામી આનંદનો જન્મ ક્યાં થયો હતો❓
*✔સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પાસેના શિયાણી ગામમાં*
▪સ્વામી આંનદના ઉત્તમ લેખોનો સંગ્રહ શેમાં કરવામાં આવ્યો છે❓
*✔'ધરતીની આરતી'*
▪ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ ક્યાં થયો હતો❓
*✔રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં*
▪'ભગતબાપુ' તરીકે કોણ જાણીતું છે❓
*✔દુલા ભાયા કાગ*
▪પ્રતાપસિંહ હ.રાઠોડનું તખલ્લુસ શું છે❓
*✔સારસ્વત*
▪'આરસીની ભીતરમાં' , 'રસદ્વાર' , 'કાર્પાસી અને બીજી વાતો' , 'કદલીવન' વગેરે કોની કૃતિઓ છે❓
*✔વિનોદિની નીલકંઠ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
@gpsc_materials