*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
લોકોનું અસલી ચારિત્ર સમજવુ હોય તો, પૈસા સાથે તેમનો સંબંધ કેવો છે તે જાણવું જોઈએ.
દરેકના જીવનમાં પૈસાની અનેક વાર્તાઓ હોય છે. (સારી કે ખોટી રીતે) પૈસા કમાવા, વાપરવા કે ઉડાડવા, બચત કરવી કે કંજુસાઈ કરવી એ દરેકનું લક્ષ્ય તો હોય છે જ, પરંતુ એ પ્રક્રિયામાં પૈસો આપણા વિચાર, વર્તન અને લાગણીઓને પણ પ્રભાવિત કરતો હોય છે. એટલા માટે, પૈસાની ખુશી મેળવવામાં એ કેટલો સ્ટ્રેસ આપે છે તે આપણે ભૂલી જઈએ છીએ. આપણા એ સંબંધની તંદુરસ્તીને જાણવી જરૂરી હોય છે.
પૈસો માણસને બદલતો નથી, તે જેવો છે તેવો ઉઘાડો પાડે છે. પૈસો હંમેશા સત્ય જ બોલે છે. પૈસો સારા માણસને વધુ સારો બનાવે છે અને ખરાબને વધુ ખરાબ. પૈસા માટે વ્યક્તિ પ્રેમ કરે છે અને નફરત પણ. પૈસો દોસ્તી કરાવે છે અને દુશ્મની પણ. પૈસો માણસને ઉદાર બનાવે છે અને લાલચી પણ.
પૈસાવાળો માણસ આકર્ષક લાગે છે, પૈસો ના હોય તે કદરૂપો લાગે છે. પૈસો મેગ્નિફાઇંગ ગ્લાસ છે. તેની નીચે જે ચારિત્ર હોય તેને મોટું કરીને બતાવે છે. એટલા માટે જ, અસલી સમૃધ્ધિ પૈસો નહીં પણ ચારિત્ર છે.
*Happy Morning*