*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
સૌને સુખી જીવન જોઈએ છે;
સરસ નોકરી, સરસ પરિવાર, આર્થિક સ્થિરતા અને મોજ મસ્તી. સુખની આ શોધમાં, આપણે ઘણીવાર આપણી પાસે શું છે તેને ભૂલી જઈએ છીએ. તેને કૃતજ્ઞતાની ગેરહાજરી કહે છે.
બધું જ હોય, પણ આપણી અંદર જો કૃતજ્ઞતાનો ભાવ ના હોય, તો સુખી થવું સંભવ નથી. પછી ભલે સુખ માટે ગમે તેટલી દોડ લગાવો. કૃતજ્ઞતાની લાગણી આપણે ધારીએ છીએ તે કરતાં વધુ શક્તિશાળી હોય છે. તેનો સીધો સંબંધ માનસિક તંદુરસ્તી સાથે છે. ન્યૂરોસાયન્સ કહે છે કે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરતા રહેવાથી આપણા મગજમાં ખુશીનાં, મૂડનાં, શાંતિનાં અને ઉત્સાહનાં કેમિકલ્સ (ડોપેમાઈન અને સેરોટોનિન) રિલીઝ થાય છે.
વિવિધ અભ્યાસ કહે છે કે કૃતજ્ઞતાની વૃતિ કેળવવાથી આપણા વિચાર અને વર્તનમાં હકારાત્મકતા આવે છે અને આપણે આફતમાં પણ અવસર જોઈ શકીએ છીએ. કૃતજ્ઞતા સ્ટ્રેસ વિરોધી પણ છે. આપણી પાસે શું નથી તે કરતાં શું છે તેના પર ફોકસ કરવાથી નર્વસ સિસ્ટમ શાંત અને રિલેક્સ રહે છે, અને આપણે ઉચાટ મહેસૂસ નથી કરતા. ન્યૂરોસાયન્સ કહે છે ખુશ રહેવા માટે વ્યક્તિએ Thank Youનો ભાવ કેળવવો જોઈએ.
*Happy Morning*