*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
"કોઈ પ્રસંગ માટે આમંત્રણ હોય અને પારિવારિક ફરજ માટે ત્યાં ગયા પછી યજમાન પાસેથી કોઈ આવકાર ન મળે, તમારી હાજરીની નોંધ પણ ના લેવાય ત્યારે શું કરવું?"
સૌથી પહેલાં તો, ત્યાં ગયા પછી યજમાનને મળીને, "કેમ છો? મજામાં?" કરીને તમારી હાજરી પુરાવી દેવી જોઈએ. ઔપચારિક આમંત્રણોમાં એટલું જ કરવાનું હોય છે. તે પછી, યજમાન તમારી પર ધ્યાન આપે છે કે નહીં, તે મુદ્દો રહેવો ના જોઈએ. બીજું, તમારે યજમાનને શંકાનો લાભ આપવો જોઈએ. તમે એકલા ત્યાં નથી. યજમાનને બહુ બધા લોકોને મળવાનું હોય છે અને બીજી અનેક ચિંતાઓ અને પ્રાથમિકતાઓ હોય છે. તે દરેક વ્યક્તિ સાથે સમય ના પણ વિતાવી શકે.
એ પછી, બીજા બે વિકલ્પો છે. કાં તો તમે ત્યાંથી રવાના થઈ જાવ. અને એવું શક્ય ના હોય, તો પ્રસંગમાં ઉપસ્થિત અન્ય મહેમાનો સાથે હળીમળીને મજા કરવી જોઈએ. પ્રસંગો અથવા પાર્ટીઓ ઔપચારિક રીતે હળવા મળવા માટે જ હોય છે. એમાં આત્મીયતા બતાવવાનો અવકાશ ઓછો હોય છે. તેવી અપેક્ષા રાખવી વ્યર્થ છે.
એટલે, કોઈ મારી સામે જોતું નથી અથવા કોઈ મારી સાથે વાત કરતું નથી તેવા ભાવ હાસ્યાસ્પદ હોય છે. ત્યાં બધા જ લોકો "બનાવટી" પ્રેમથી એકબીજાને મળતા હોય છે..