*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
"અપેક્ષાઓ અને પ્રાપ્તિ વચ્ચે અંતર કેવી રીતે કરવું? જિંદગીના કયા તબક્કે પ્રાપ્તિ માટે મહેનત કરવાને બદલે અપેક્ષાઓ ઘટાડવાનું શરુ કરવું જોઈએ?"
આનો સાદો જવાબ એ છે કે ૨૫થી ૫૦ વર્ષનો જે ગાળો છે, તે અપેક્ષાઓ સાકાર કરવા માટેનો છે. એમાં જેટલું થાય તેટલું કરીને અપેક્ષાઓ ઓછી કરવી જોઈએ. પરંતુ અપેક્ષાની વૃત્તિ તેના કરતાં વધુ ઊંડી છે.
અપેક્ષાઓ સહજ માનવીય વૃત્તિ છે. આપણે આપણા અનુભવો, જરૂરીયાતો અને સામાજિક - પારિવારિક દબાણોમાં આવીને અનુમાનો કરતા રહીએ છીએ, ધારણાઓ બાંધીએ છીએ. દાખલા તરીકે, વેકેશનનો પ્રવાસ પ્લાન કર્યો હોય, તો આપણે તે સ્ટ્રેસ વગરનો હોય, ટેન્શન વગરનો હોય, અનુકૂળ હોય તેવી અપેક્ષા રાખીએ છીએ. પરંતુ, વાસ્તવિકતા અલગ હોય છે. હવામાન આપણા નિયંત્રણમાં નથી, ટ્રાફિક આપણી ઇચ્છા પ્રમાણે નથી, ખાવા-પીવાનું ધારીને તેવું ના હોય. અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચે હમેશાં અંતર હોય છે. અને આવું અંતર માત્ર વેકેશન પૂરતું મર્યાદિત નથી, તે આપણા સંબંધો, કામકાજ, સ્વસ્થ્ય, પ્રગતિ વગેરેમાં પણ હોય છે. આપણી મોટાભાગની નિરાશાઓ અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેના ટકરાવમાંથી આવે છે, અને આવો ટકરાવ આજીવન હોય છે.
અપેક્ષાઓ વિકસિત થવાનું કારણ એ છે કે આપણે નાના હોઈએ ત્યારે પરિવારના લોકો આપણી બધી ઈચ્છાઓ પૂરી કરતા હોય છે. એટલે આપણે એવા ભ્રમ સાથે મોટા થઈએ છીએ કે હું ધારું એ પ્રમાણે બધું થાય છે અથવા થવું જોઈએ. પરંતુ વયસ્કોની દુનિયા એટલી ઉદાર નથી હોતી, ત્યાં દરેક માણસોની અપેક્ષાઓ આપસમાં ટકરાય છે અને એક અસંતોષનું વાતાવરણ સર્જે છે. તેમાં અમુક અપેક્ષાઓ સંતોષાય છે અને ઘણીબધી અધૂરી પણ રહે છે.
વયસ્ક હોવાનો અર્થ જ એ છે કે આપણે વાસ્તવિકતા પ્રમાણે જીવવાનું શીખીએ છીએ, અપેક્ષા પ્રમાણે નહીં. એટલા માટે, અપેક્ષાઓ અને વાસ્તવિકતા વચ્ચે જેટલું વધુ સંતુલન કેળવી લઈએ એટલું સારું. અમિતાભ બચ્ચનની તેમના પિતા હરિવંશ રાય બચ્ચનની એક ગમતી પંક્તિ છે: મન કા હો તો અચ્છા, ના હો તો ઔર ભી અચ્છા. ઇચ્છા પ્રમાણે થાય તો સારું, અને ના થાય તો વધુ સારું, કારણ કે કુદરતે એમાં આપણી ભલાઈ જોઈ હશે. વાસ્તવમાં, "જે થાય છે તે સારા માટે થાય છે" તેવો ભાવ નિષ્ઠુર અને અન્યાયી દુનિયામાં સુખેથી રહેવા માટેની અકસીર રીત છે. અપેક્ષાઓ રાખવી જોઈએ, પણ વાસ્તવિકતાને સ્વીકારવાની તૈયારી સાથે. જેટલું વહેલું આ આવડી જાય તેટલું સારું.