*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
થોડા દિવસ પહેલાં વાંચ્યું હતું કે,
*"વસ્તુઓ નહીં પણ અનુભવો એકઠા કરશો તો સ્ટોરેજની સમસ્યા નહીં થાય."*
આપણે આપણા જીવન દરમિયાન ઘણી બધી ચીજવસ્તુઓ એકઠી કરતા રહીએ છીએ. અમુક જીવન જીવવા માટે જરૂરી હોય છે, અમુક શુદ્ધ રૂપે આનંદ મેળવવા માટે હોય છે. આપણે ચીજવસ્તુઓને આનંદ પ્રાપ્તિનું સાધન ગણીએ છીએ તે સાચું, પરંતુ આપણને એવો પણ અનુભવ છે કે વસ્તુઓની સંખ્યા વધતી જાય તેમ આનંદમાં વધારો થતો નથી, ઉલટાનું એમાં ઘટાડો થાય. તેનું કારણ છે. આપણે કોઈપણ નવી ચીજ સાથે બહુ તેજીથી અનુકૂલન સાધી લઈએ છીએ. તેના માટે એક કહેવત પણ છે: *"નવું નવ દિવસ."*
દાખલા તરીકે, તને લેટેસ્ટ સ્માર્ટફોન ખરીદ્યો. એમાં નવાં અને તાકાતવર ફીચર્સ છે એટલે તમને દરેકને તપાસવાની બહુ મજા આવશે. તમે જ્યારે બધું જોઈ લેશો, ઉપયોગ કરી લેશો અને સમજી લેશો પછી ફોન અને આનંદ બંને રૂટિન થઈ જશે. એક મહિના પછી, તમને એવો આનંદ નહીં આવે એટલો પહેલા દિવસે આવ્યો હતો. તને ઘણાં ફીચર્સ વાપરવાનું પણ બંધ કરશો (આપણા ફોનમાં કેટલી બધી એપ્સ હોય છે! આપણે કેટલી વાપરતા હોઇએ છીએ? ઘણી તો કંટાળો પણ આપતી હોય છે).
વાસ્તવમાં, આનંદ સ્માર્ટફોનનો નહીં, તે ફોનથી આપણે શું કરીએ છીએ તેનો (અનુભવનો) હોવો જોઈએ. ફોનથી આપણે જીવનને અને કામકાજને બહેતર બનાવી શકીએ છીએ અને આનંદનો આધાર એ હોવો જોઈએ.
કહેવાનો ભાવાર્થ એ છે કે ભૌતિક વસ્તુઓનો આનંદ ઉત્તરોત્તર ઘટતો જાય છે, પરંતુ અનુભવનો આનંદ ઉત્તરોત્તર વધતો જાય છે.