મોર્નિંગ મ્યુસિંગ્સ:
ડરનું મૂળ અણઆવડતમાં નહીં, અનુભવના અભાવમાં હોય છે.
"મને તો આ કરતાં બહુ ડર લાગે છે" તેનો અર્થ એ નથી કે તે કરવાની ક્ષમતા નથી, તેનો અર્થ એ છે કે એ ક્યારેય કર્યું હોવાનો અનુભવ નથી.
ડરનો ઉકેલ તેને ટાળવામાં નથી હોતો, તેનાંથી પસાર થવામાં છે. અનુભવ ડર દૂર કરે છે. અનુભવના અભાવમાં ડર આપણને આપણા લક્ષ્યથી દૂર રાખે છે કારણ કે આપણે પ્રયાસથી વંચિત રહીએ છીએ.
ઘણા લોકો કહેતા હોય છે કે તેમનામાં લક્ષ્ય હાંસલ કરવાની ક્ષમતા નથી અથવા તેઓ ખુબ વ્યસ્ત છે અથવા બીજી-ત્રીજી પ્રાથમિકતાઓ આડી આવે છે. આ ક્ષમતાની અભાવની નિશાનીઓ નથી, આ ડરની નિશાનીઓ છે.
આત્મવિશ્વાસ વગરની વ્યક્તિ જાતનો બચાવ કરવા માટે જાતભાતનાં બહાનાં શોધી કાઢે છે કારણ કે તે અનુભવથી બચે છે.
ડરના કારણે આપણે કામકાજમાં, સંબંધોમાં, ઈચ્છિત જીવન જીવવામાં પહેલ નથી કરતા, અને "મારું તો નસીબ જ આવું છે" એવું માનીને આપણે આપણી ક્ષમતા કરતાં ઉતરતા જીવન સાથે સમજૂતી કરી લઈએ છીએ.
ડર જીવન વિરોધી છે, આત્મવિશ્વાસ જીવન તરફી છે.