રુદ્રાક્ષની મોટા મણકાની માળા-બેરખો
👉🏿જરીબુટ્ટાના વણાટનું એક જાવાળાની વીટી-વેઢ
તનું કાપડ-કિનખાબ
👉🏿ઘોડાની પીઠ પર નાખવાનો સામાન-પલાણ
👉🏿વૈરાગી બાવો-અવધૂત
👉🏿લાકડાનાં નાના નાના ટુકડા-કરગઠિયાં
👉🏿અમુક નક્કી વજનનું તોલવાનું સાધન-કાટલું
👉🏿ધંધાદારી રીતે લખવાનું કામ કરનાર માણસ-લહિયો
👉🏿છીછરો ક્યારો-ખામણું
👉🏿નાની કાચી કેરી-મરવો
👉🏿ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડુ-કૂબો
👉🏿રૂપિયાનો સોમો ભાગ-દોકડો
👉🏿વહાણના ઉપલા ભાગમાં આવેલો અગાસી જેવો ભાગ-તૂતક
👉🏿વહાણનો પાણીની સપાટીથી નીચે રહેતો ભોંયરા જેવો ભાગ-ભંડક
👉🏿એક બાજુએથી વાંકું-ઢળતું-કોરવંકુ
👉🏿રેલના પાટા નીચે ગોઠવાતો પાટડો-સલેપાટ
👉🏿જેનો કોઈ આધાર ન હોય તેનો આધાર-અશરણશર્ણ
👉🏿પૂરા વિચારને અંતે પ્રગટેલું-પુખ્ત, પાકટ
👉🏿ઊંટ પરની નોબત કે મોટું નગારું-નિશાન
👉🏿જ્યોતિષના વ્યવસાયમાં મુહૂર્ત, રાશિ વગેરે જોવા માટે વાપરવામાં આવતી પોથી-ટીપણું, પંચાંગ
👉🏿નાણાં લઈને ગ્રાહકોને જમાડવા માટેનું ભોજનાલય-વીશી
👉🏿ઢોરે ખાધા પછી વધેલું અને પગમાં રોળાયેલું ઘાસ અને પૂળાનું નીરણ-ઓગાઠ
👉🏿ઢોરના ગળે બાંધવા માટેનું દોરડું-ઓડો
👉🏿જેમાં મટકી અથવા વાસણ મૂકીને અધ્ધર લટકાવી શકાય એવું ગૂંથેલી ઝોળી જેવું સાધન-શીકું
👉🏿સૂકા ઘાસની પૂળાની ગંજી-હોગલી, ઓઘલી
👉🏿જક્કી વલણવાળું-તંતીલું, હઠાગ્રહી
👉🏿અડધી જાગ્રત હોય તેવી અવસ્થા-તંદ્રા
👉🏿માટીમાંથી બનાવેલું વાટકા જેવું વાસણ-ઢોબલું
👉🏿સૂકું ઘાસ સંકોરવા માટે વપરાતું ઓજાર-પંજેડી
👉🏿નગરનો નાશ-પુરભંગ
👉🏿શિવજીનું ધનુષ્ય-ત્ર્યંબક
👉🏿શાહી રાખવાનું પાત્ર-દવાત, ખડિયો
👉🏿બારસાખની બહાર દેખાતો ઉપલો છેડાનો ભાગ-ટોડલો
👉🏿સિંહની ગર્જના-ડણક
👉🏿કાપડ વણવાનું સાધન-સાળ
👉🏿ખેતરમાં પાકને પાણી પાવા માટે કુવામાંથી પાણી કાઢવાનું સાધન-રેંટ
👉🏿પાંદડામાંથી બનાવેલું વાટકા જેવું સાધન-પડિયો
👉🏿નદીકિનારા પાસેની બખોલ-કોતર
👉🏿પાણી આવવા-જવા માટે બાંધેલો સાંકડો માર્ગ-ગરનાળું
👉🏿મરણ પછી બારમાં દિવસે થતી વિધિ-કારજ, બારમું
👉🏿મરણ પાછળ રોવા-કૂટવાનો રિવાજ-કાણમાંકાણ
👉🏿શાબાશી બદલ અપાતો પોશાક-સરપાવ
👉🏿ગામની બહાર ઢોરો ઊભાં રહે છે તે જગ્યા-ગાંદરું
👉🏿પાછળનો ભાગ, છુપાવાની જગ્યા-ઓઠું
👉🏿થોડા સૂકા, થોડા ભીના-આલાલીલા
👉🏿ઉમંગમાં ઠાઠથી ધીમેધીમે ચાલવું-મલપવું
👉🏿ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબ્બો-સલૂન
👉🏿જીવનને ઉપયોગી ભાથું-જીવનપાથેય
👉🏿ગામઠી મકાનના છાપરા પરનું આધારભૂત મોટું લાકડું-મોભ
👉🏿કંઈક માંગણી અંગેની ધમકીભરી ચિઠ્ઠી-જાસાચિઠ્ઠી
👉🏿ચાંદીની રણકારવાળો સિક્કો-કલદાર
👉🏿પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર-જાજરમાન
👉🏿છિદ્ર કે બાકામાંથી પડતું સૂર્યનું કિરણ-હેરિયું
👉🏿બૂટની અંદરના ભાગમાં રાખવામાં આવતું છૂટું પડ-સગથળી
👉🏿બૂટમાં મૂકવાનું તેના જ માપ અને આકારનું લાકડાનું સાધન-ઓઠું
👉🏿ચિનાઈ માટીનાં વાસણો બનાવવાનું કારખાનું-પોટરી
👉🏿પાણીમાં આગળ ધપવા શરીરને ધકેલવું-શેલારો
👉🏿કણસલાં કાપવાની ક્રિયા-લણણી
👉🏿કૂણાં પાનની લાલ રેખાઓ-ટશર, ટસર
👉🏿હિંદુ મહિનના બંને પખવાડિયાની પહેલી તિથિ-પડવો
👉🏿બે ભાગમાં વહેંચીને વ્યવસ્થિત કરેલા દાઢીમૂછના વાળ-કાતરા
👉🏿એક નાનું બેધારું હથિયાર-કટારી, કટાર
👉🏿હાથીના લમણાનો ભાગ-કુંભસ્થળ, ગંડસ્થળ
👉🏿ચાર કડીઓવાળું ઘોડાના મોંમા પહેરાવાતું સાધન-ચોકડું, લગામ
👉🏿ડાંગર વગેરે ખાંડવાનું લાકડાનું સાધન-સાંબેલું, મુસળ
👉🏿હોળી ખેલનારો માણસ-ઘેરૈયો, ઘેરિયો, હોળૈયો
👉🏿સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક-લઘુકૌમુદી
👉🏿ભિક્ષાવૃતિ, માગણવૃતિ-યાચનાવૃતિ
👉🏿વિધવા સ્ત્રીના નામની આગળ લગાડાતો શબ્દ-ગંગાસ્વરૂપ
👉🏿બરુની કલમ-કિત્તો
👉🏿શાહી ચૂસનારો એક કાગળ-બ્લોટિંગ
👉🏿ખાટલાની ચોખટના પાટિયાં-ઈસ
👉🏿કસ્તૂરી ચંદન, રક્તચંદન, અંબર, અગર, બરાસ અને સોનાના વરખને પીસી-ઘૂંટીને તૈયાર કરેલો લેપ-યક્ષકર્દમ
👉🏿નાગરવેલના પાનનું બીડું-તંબોળ, તાંબૂલ
👉🏿મોંથી વગાડવાનું એક વાજિંત્ર-ચંગ
👉🏿બંને બાજુએ વગાડાય તેવું ઢોલક જેવું એક તાલવાદ્ય-મૃદંગ
👉🏿દરેક પ્રકારના સરંજામ સાથેનું સૈન્ય-લાવલશ્કર
👉🏿તોફાની ઢોરને ગળે બાંધવાનું લાકડું-ડહલકો
👉🏿તીર કે તેનું પાનું, એક હથિયાર-ભાલોડું
👉🏿ગાડાના બળદના દોરડાના જેટલું અંતર, લગભગ સોળ હાથનું અંતર-રાશવા
👉🏿પથ્થર અને ઢેફા ફેંકવાનું સાધન-ગોફણ
👉🏿એક જાતની જાડી-પોચી પૂરી-દહીંથરું
👉🏿મોહને લીધે સાનભાન ગુમાવી બેઠેલી વ્યક્તિ-મોહાંધ
👉🏿પાણીમાં વિશિષ્ટ રીતે તરવું-સેલ્લારા
👉🏿તાંબાનું તાસક જેવું પાત્ર-તરભાણું
👉🏿જૂના જમાનાથી ચાલ્યા આવતા રિવાજ-ઘરેડ, ચીલો
👉🏿માણસનું મોં જોઈ શકાય એવો સવારનો સમય-મોંસૂઝણું
@gpsc_materials