ફોરેસ્ટ ફેક્ટ - ઔષધીઓ..)
- વાંસ:
- એકદળી વનસ્પતિ
- તેના મૂળનો ઉપયોગ તેલ બનાવવા માટે થાય છે જે પેટ અને યકૃતની સમસ્યાઓમાં વપરાય છે.
- વાંસ ઘાસ કેટેગરીની વનસ્પતિ છે.
ટીમરું:
- બીડી બને છે.
- તેનું લાકડું ટકાઉ હોવાથી હળ, કૃષિ ઓજારો અને બળદગાડા બનાવવા માટે ઉપયોગી છે.
સીસમ :
- ફર્નિચર, પલંગના પાયા , હીંચકા , ખુરશી બનાવટમાં ઉપયોગી છે.
દેવદાર:
- અનાવૃત બીજધારી વનસ્પતિ છે.
- કાશ્મીરથી ગઢવાલ સુધી જોવા મળે.
- તે સૌથી મજબૂત શંકુ વૃક્ષ છે.
- રેલવે - સ્લીપર બનાવવા ઉપયોગી છે.
- તેની ત્રણ જાતો છે:
- કાષ્ઠ
- તેભિયો
- સરળ
મહુડો:
- ભારતમાં મહુડાની સાત જેટલી જાતિઓ જોવા મળે છે.
- કપડાં ધોવાના સાબુની બનાવટમાં ઉપયોગી છે.
- મહુડાના તેલને " ડોળીયું" કહે છે.
નેતર:
- તાડની એક પ્રજાતિ છે.
- દોરડા અને ટોપલીઓ બનાવવા ઉપયોગી છે.
લીમડો:
- મેલિયેસી કુળ
- તેની છાલમાંથી મળતા ગુંદરને ' ઇસ્ટ ઇન્ડિયા ગમ ' કહે છે.
દીવાસળી ઉદ્યોગ:
- ભારતમાં 1894-95 માં ઉત્પાદન શરૂ કરવાનો શ્રેય - બિલાસપુર અમૃત મેચ ફેક્ટરી અને અમદાવાદની ' ગુજરાતની મેચ ફેક્ટરી ' ના ફાળે જાય છે.
- વિશ્વમાં સૌ પ્રથમ દિવાસળી પૂરી પાડવાનો શ્રેય : સ્વીડન
- 1930 માં ગાંધીજીના સૂચનથી દિવાળીને કુટીર ઉદ્યોગમાં સ્થાન અપાયું.
- ગુજરાતમાં દીવાસળીના કારખાના: ચોરવાડ અને રાજપીપળા.
દેવદાર - ચીડ: રમતગમતનાં સાધનો બનવવા વપરાય છે.
- વેલોના લાકડામાંથી દડો બને છે.
- અરડૂસી:
- વૈજ્ઞા.નામ - આઘાતોડા વસિકા
- ફૂલ સફેદ હોય છે.
- સિંહના મોઢા જેવા ફૂલ હોવાથી તેને સિંહાસ્ય કે સિંહમુખી પણ કહે છે.
- પર્ણ અને ફૂલવાળી ડાળીનો ભાગ વપરાય છે.
- રક્તપિતના રોગમાં ખુબ ઉપયોગી છે.
- તેના પાનના રસને મધ સાથે લેવાથી ખાંસી અને કફ જલ્દી મટે છે.
- અરડૂસીમાં વાસિસીનોન નામનું તત્વ જોવા મળે છે.
- જે દમના દર્દીઓ માટે ઉપયોગી છે.
- અરડૂસી સડતા દાંત અને પાયોરિયા રોગ નિવારણ માટે ઉપયોગી છે.
કરંજ:
-પોંગમિયા પિનાટા
- ઉત્તર ગુજરાતમાં તેને કણજી અને સૌરાષ્ટ્રમાં ચરલ તરીકે ઓળખવામાં આવે છે.
- કાલિદાસ કૃત " રઘુવંશમ" માં તેનો ઉલ્લેખ મળે છે.
- તેનું દાંતણ કરવાથી દાંત સ્વસ્થ રહે છે અને મો ની દુર્ગંધ દૂર થાય છે.
- કરંજના પર્ણો ડાંગરના ખેતરો , સોપારી તથા કોફીના બગીચાઓમાં ખાતર તરીકે વપરાય છે.
- કરંજના બીજનું તેલ સાબુની બનાવટમાં ઉપયોગી છે.
- સર્પગંધા:
- રાઉલ્ફિયા સર્પેંન્ટીના
- તેને ' ચંદ્રિકા ' ' ચંદ્રભાગા ' અને ' પાતાલગંધી ' પણ કહે છે.
- ચરકસંહિતામાં તેનો ઉલ્લેખ મળે છે.
- રક્તસ્ત્રાવ ઘટાડવા અને આંતરડાના રોગમાં ઉપયોગી છે.
- તેના પાનનો રસ આંખના રોગ માટે ઉપયોગી છે.
- વાયુ તેમજ ચિત્તભ્રમ રોગોમાં ઉપયોગી છે.
- તેના મૂળનો ઉકાળો પ્રસૂતિ સમયે થતા કષ્ટમાં ગર્ભાશયનું હલનચલન વધારવા માટે વપરાય છે.
અધેડો:
- સંસ્કૃતમાં તેને ' અર્પામાર્ગા ' કહે છે.
- તે કફ અને મેદસ્વિતા તેમજ વીંછીના દંશમાં વપરાય છે.
- અધેડાના બીજની ખીર બનાવીને ખાવાથી અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી.
અર્જુન સાદડ :
- હૃદય રોગની સારવારમાં ઉપયોગી છે.
- તેમાં કેલ્શિયમ વધુ હોવાથી રક્તસ્ત્રાવ બંધ કરવામાં તેમજ ભાંગેલા હાડકા સાંધવામાં ઉપયોગી છે.
- લોહીનું દબાણ વધારે છે તેથી HiGH BP દર્દીઓએ તેનો ઉપયોગ ટાળવો જોઈએ.
અરણી:
- તેને અગ્નિમાંથા પણ કહે છે.
- તેના મૂળનો ઉકાળો લેવાથી લોહીમાં રહેલ ઝેર દૂર થાય છે.
- તેના ફૂલ સૂંઘવાથી શરદી અને માથાનો દુખાવો મટે છે.
કુંવારપાઠું:
- એલોવેરા બાર્બાડોસ
- ગુણમાં ઠંડુ છે તેથી દાઝવા પર લગાવવામાં આવે છે.
- ચેપનાશક તરીકે ઉપયોગ થાય છે.
- આંખમાં આંજવાથી તકલીફમાં રાહત આપે છે.
- ચામડીના રોગ નિવારણ માટે ઉપયોગી છે.
- પાઈલ્સ તેમજ ગોનોરિયામાં પણ ઉપયોગી છે.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🦁ફોરેસ્ટ ગાર્ડ Exam માટે ઉપયોગી મટીરીયલ્સ મેળવવા માટે જોડાવો 👇👇
https://t.me/GujaratForestGuard