પાંચ મિત્ર A , B , C , D , E
પાંચ અલગ અલગ પ્રવાસન સ્થળ કેદારનાથ,તુંગનાથ,હરિદ્વાર,ઋષિકેશ અને રુદ્રપ્રયાગ માં હેલિકોપ્ટર,રિક્ષા સાઇકલ,બોટ અને બસ દ્વારા સફેદ,વાદળી,કાળો,પીળો અને લાલ રંગના કપડાં પહેરીને જાય છે.જરૂરી નથી કે તે આ જ ક્રમમાં હોય.
A કેદારનાથ જાય છે અને સફેદ કલરનું શર્ટ પહેરે છે. A રીક્ષા કે બોટ દ્વારા જતો નથી. B સાયકલ દ્વારા હરિદ્વાર જાય છે. C તુંગનાથ જાય છે અને હેલિકોપ્ટર દ્વારા જતો નથી. E ઋષિકેશ જતો નથી. જે ઋષિકેશ જાય છે તે બોટ દ્વારા જાય છે. જે રુદ્રપ્રયાગ જાય છે તે બસ દ્વારા જાય છે. B ને પીળો રંગ અને લાલ રંગ પસંદ નથી. જે તુંગનાથ જાય છે તે વાદળી રંગનું શર્ટ પહેરે છે. જે બોટમાં જાય છે તેને પીળા રંગનો શર્ટ પસંદ છે.