☘ભારતનું બંધારણ સવાલ-જવાબ (૧૨/૦૨/૨૦૨૩)🍀🍁 પ્ર. 1 ) ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાદવામાં આવી હતી ?
જવાબ:- 26 ઓક્ટોબર , 1962 માં ભારત - ચીન યુદ્ધ દરમિયાન
🍁 પ્ર. 2 ) ભારતમાં બીજીવાર રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાદવામાં આવી હતી ?
જવાબ:- 3 ડિસેમ્બર , 1971 ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન
🍁 પ્ર. 3 ) ભારતમાં ત્રીજી વખત રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાદવામાં આવી હતી ?
જવાબ:- 25 જૂન 1975 , આંતરિક અશાંતિના કારણે
🍁 પ્ર. 4 ) ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટી જાહેરાત કરનાર રાષ્ટ્રપતિ કોણ હતા ?
જવાબ:- ડૉ. એસ. રાધાકૃષ્ણન
🍁 પ્ર. 5 ) ભારતમાં કઈ કટોકટી લાંબો સમય ચાલી ?
જવાબ:- બીજી કટોકટી
🍁 પ્ર. 6 ) કયા કારણસર રાષ્ટ્રીય કટોકટી લાદી શકાય છે ?
જવાબ:- યુદ્ધ , આંતરિક અશાંતિ અને સશસ્ત્ર વિદ્રોહ
🍁 પ્ર. 7 ) રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત રાષ્ટ્રપતિ શાને આધારે કરે છે ?
જવાબ:- મંત્રીમંડળની લેખિત ભલામણથી
🍁 પ્ર. 8 ) કટોકટીની જાહેરાત સાથે જ અનુચ્છેદ 19 હેઠળના મૌલિક અધિકારોનું આપોઆપ નિલંબનની જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે ?
જવાબ:- 358
🍁 પ્ર. 9 ) કટોકટી દરમિયાન કયા અધિકારો નિલંબિત થઈ શકતા નથી ?
જવાબ:- અનુચ્છેદ 20 અને 21 હેઠળના મૌલિક અધિકારો
🍁 પ્ર. 10 ) કટોકટી દરમિયાન અનુચ્છેદ 20 અને 21 હેઠળના મૌલિક અધિકારો સિવાયના મૌલિક અધિકારોના નિલંબનની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
જવાબ:- 359
👉
Join :
@gyaanganga