*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
બિનતંદુરસ્ત હોવું પીડાદાયક છે, પરંતુ તંદુરસ્ત રહેવા માટે પણ પીડા સહન કરવી પડે છે. સંબંધ ના હોવો પીડાદાયક છે, પરંતુ સંબંઘ કેળવવાની પોતાની પીડાઓ હોય છે. આળસ પીડાદાયક હોય છે, પરંતુ મહેનત કરવી એ પણ પીડાનું કામ છે. અજ્ઞાન પીડાદાયક હોય છે, પરંતુ બધું જાણવાની પણ આગવી પીડા હોય છે. જેટલું આવે તેટલું આવવા દેવું પીડાદાયક હોય છે, પરંતુ થાળી ભરેલી હોય તો "ના" પાડવાની પણ પીડા હોય છે. આગ લાગે તે પીડાદાયક હોય છે, પરંતુ તે પહેલાં ખાડો ખોદવાની પણ પીડા હોય છે. જીવન પીડા વગરનું નથી હોતું. આપણી સામે હરહંમેશ પીડાઓ વિકલ્પ રૂપે મોજૂદ હોય છે. તેમાંથી આપણે કઇ પીડાને પસંદ કરીએ છીએ, તેના પર જીવનની ગુણવત્તા નિર્ભર કરે છે.