મોર્નિંગ મ્યુસિંગ્સ:
"જ્યારે આપણે દુ:ખી હોઈએ, અને અચાનક આપણા પરિચિત કે મિત્ર આપણી કરતા વધુ દુ:ખી અવસ્થામાં હોય, તો આપણે કેમ તરત જ સારું ફીલ કરવા લાગીએ?"
વ્યક્તિને દુઃખી જોઈને દુઃખી થવું તેને સહાનુભૂતિ કહે છે, પરંતુ કોઈના દુઃખે (અંગત રીતે) સુખ મહેસૂસ કરવું પણ એટલું જ વ્યાપક છે. આવું લાગવું ખરાબ નથી.
બીજી વ્યક્તિના ભોગે ખુશ થવું આપણી ઇવોલ્યુશનરી પ્રક્રિયામાં નિહિત છે. એટલે આ પ્રશ્ન અસ્થાને નથી.
કોઈ વ્યક્તિ મારા કરતાં વધુ દુઃખી હોય, તો આપણને રાહતની લાગણી થાય છે કારણ કે આપણને આપણું દુઃખ નાનું અને સહ્ય લાગવા માંડે છે.
મનોવિજ્ઞાનમાં, તેના માટે એક શબ્દ છે: Schadenfreude. જર્મન શબ્દ છે, અને ઉચ્ચાર છે shaw-den-froy-da. અર્થ થાય છે, બીજાના દુર્ભાગ્યથી રાહત અનુભવવી. બીજી વ્યક્તિને તકલીફમાં જોઈને આપણું મન પોતાને તે વ્યક્તિની સ્થિતિમાં કલ્પે છે અને "હું તેવી તકલીફમાં નથી" તેવી સભાનતાથી રાહત અનુભવે છે.
તેને ગુરુતાનો ભાવ પણ કહે છે કારણ કે બીજાના દુર્ભાગ્યથી આપણે એવી ગુરુતાનો અહેસાસ કરીએ છીએ કે મારી સાથે આવું નથી થયું.
આનું સૌથી પ્રચલિત ઉદાહરણ કોઈ વ્યક્તિનું કેળાની છાલ પરથી લપસી પડવાનું છે. તેને જોનારાઓ સહજ રીતે હસી પડે છે, કારણ કે તેમનું મન એવી કલ્પના કરે છે હું આવી રીતે ના લપસી પડું.
ક્રિકેટમાં, હરીફ ટીમ હારી જાય તો બીજી ટીમના સમર્થકો તેમના દુઃખથી બહુ ખુશ થાય છે. (ભારત અને પાકિસ્તાન)
આશ્ચર્યજનક રીતે, બાળકોમાં આ વૃત્તિ બહુ સક્રિય હોય છે. તેમનામાં સહાનુભૂતિ વિકસી નથી હોતી, એટલે તેમના દોસ્તારને પડવા વાગવાનું દુઃખ થાય ત્યારે તેઓ તાળીઓ પાડવા લાગે છે.